Sunday, August 15, 2010

પત્નીને ખુશ રાખવાના ઉપાયો (ભાગ-૩)

૫૧. ચાલવાથી કોઇ પણ અને લગભગ બધી ભારતીય સ્ત્રીઓ થાકી શકે છે. એનો કકળાટ હીલ-સ્ટેશન પર ના કરાય !

૫૨. ઘરનાં ખાવામાં બદલાવ જોવા ઇચ્છતા હોવ તો અઠવાડિયે એક દિવસ ગોગલ્સ પહેરીને જમવા બેસો બોસ !

૫૩. દાળ અને શાકનો કલર જોઇ એના ટેસ્ટ વિષે ચુકાદો ન આપી દો, આજે જે બન્યુ છે તે ન બન્યુ નથી થવાનું!

૫૪. તૈયાર થવામાં વાર લાગે તો કકળાટ ન કરવો. તમે મોડા પહોંચશો તો લગ્ન અટકી પડવાના નથી. અરે, આજકાલ તો રીસેપ્શનમાં વર-કન્યાજ મોડા પહોંચે છે.

૫૫. છાપું વાંચતા વાંચતા કૂકરની સીટી ગણવાનું શીખી જાવ.

૫૬. ગેસ બંધ કરતા પણ શીખી જાવ. રસોડા સુધી ચાલવાથી તમારી ફાંદ ઉતરે તેવુ તે માનતી હોય તો માનવા દો.

૫૭. ડસ્ટબીન નજીક જઇ કચરો નાખવા માટેછે, દુરથી નિશાનબાજીની પ્રેક્ટીસ કરવા માટે નથી. સમજ્યા ? તમારા ખોટા નિશાનના લીધે કચરાપેટીની અંદર કરતા બહાર વધારે કચરો દેખાય તો ગમે તેને ગુસ્સો આવે.

૫૮. કોબીના શાકમાં ખાંડ ન નખાય એવો કોઇ કાયદો નથી. ખોટા કાયદા નહી બતાવવાના.

૫૯. શિયાળામાં દહીં ન જામે. તમને વધારે સારુ જમાવતા આવડતુ હોય તો તમે જમાવોને બૉસ! એકાદ દહાડો ખીચડીમાં દહીં ન મળે તો ઝાડાન થઇ જાય.

૬૦. "ટીવીનું રિમોટ ક્યાં પડ્યું છે ?" આવા વાહિયાત સવાલો ન કરો.

૬૧. ઉનાળામાં બે જ શાકભાજી મળે છે. બટાકાઅને રીંગણ. અને આ બંને તમને નથી ભાવતા તે તમારી સમસ્યા છે.

૬૨. ઘરની પાણીપુરી એ બજારની પાણીપુરી જેવી ના પણ બને, એ માટે ભૈયાના પરસેવા વાળા હાથ ઘરે લાવવા પડે !

૬૩. એ હસી હસીને ફોન પર વાત કરે છે ? તો ફોન પીયરિયાનો હશે,બીજી કોઈ શંકા અસ્થાને છે.

૬૪. સ્ત્રીઓને ઇલેકટ્રોનિક ગેજેટસ વાપરતા નથી આવડતું, એ વાત અમેરિકન રીસર્ચથી સાબિત થયેલ છે, માટે એ વિષે તમારે અલગ વ્યાખ્યાન આપવાની જરૂર નથી.

૬૫. એને કાર ચલાવતા શીખવવાની કોશિશ ન કરશો. ડ્રાઇવિંગ સ્કુલવાળાઓને પૈસા આપો અને એ વસુલ થતા જુઓ.

૬૬. એને કાર ચલાવતા નથી આવડતુ તો શું થયુ? રસ્તામાંતમે કોઇની સાથે ભટકાઇ ના પડો તે માટે તમને સુચના આપે તો એમાં એણે શું ખોટું છે ?

૬૭. ટુથપેસ્ટ પુરી થવા આવે ત્યારે પેસ્ટ કાઢી આપવી એ પતિનો ધર્મ છે. આવ ક્ષુલ્લક કામો એ આટલા વર્ષોમાં કેમ ન શીખી તેવા તુચ્છ વિચારો ન કરવા.

૬૮. એના પર્સમાંથી તમારે જે જોઇએ છે તે માંગો, એમ ખાંખાંખોળા કરી કામ ના વધારો.

૬૯. માંગ્યા વિના તો મા પણ ના પીરસે.આ તો પત્ની છે.

૭૦. ઓફિસેથી ઘેર પાછા આવતા અવશ્ય ફોન કરો, ડાર્લિંગ કાઈ લાવવાનું છે?

૭૧. પીરસતા વાર થાય તો રાહ જુવો,તકિયો ના માંગો.

૭૨. ઘરમાં વોશિંગ મશીન તમારા સ્ટેટસ માટે લીધું છે, કપડા તો રામો જ સારા ધુવે. માટે 'વોશિંગ મશીનનો ખર્ચો કેમ કરાવ્યો ?' એવો બેવકૂફ જેવો સવાલ કરવો નહિ.

૭૩. રેલ્વે સ્ટેશને કે એરપોર્ટ પર એને વિદાય કરવા જતી વખતે ક્યારેય મોઢું હસતું ના રાખો. તમારા અરમાનોને દબાવી રાખતા શીખો.

૭૪. રાતે ઊંઘમાં બબડતા હોવ તો જે બોલોતે સ્પષ્ટ બોલો, ખાસ કરીને કોઈ સ્ત્રીનું નામ.

૭૫. મોબાઈલ પર્સમાં મુક્યો હોય તો રીંગ ના સંભળાય એ કોમન સેન્સની વાત છે. સ્ત્રીઓ એ સિવાય મોબાઈલ ફોન ક્યાં મુકે? છે કોઈ જવાબ ?


by અધીર અમદાવાદી

No comments:

Post a Comment